વિશ્વના ટોચના એક્સચેંજીસ પર લિસ્ટેડ કંપનીઓમાં રોકાણની તક આપતી ગ્લોબલ એક્સેસ

મુંબઈ તા.2 માર્ચ, 2022: બીએસઈની સંપૂર્ણ માલિકીની ઈન્ડિયા આઈએનએક્સ દેશની એવી પ્રથમ કંપની છે જે તેના ગિફ્ટ સિટી ખાતેના ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સેન્ટર (આઈએફએસસી)ના પ્લેટફોર્મ પર તેની સંપૂર્ણ માલિકીની ઈન્ડિયા આઈએનએક્સ ગ્લોબલ એક્સેસ લિમિટેડ મારફત જુદા જુદા દેશોના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ શેર્સના ટ્રેડિંગની સુવિધા પૂરી પાડે છે. તેના પ્લેટફોર્મ મારફત અમેરિકા, કેનેડા, યુકે, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને જપાનના એક્સચેન્જીસમાં ટ્રેડિંગ થઈ શકે છે.

આ પ્લેટફોર્મ પર 33 દેશોના 135 એક્સચેન્જીસનો 23 ચલણો સાથે અમેરિકા, યુરોપ, એશિયા પેસિફિક અને આફ્રિકામાંનાં વૈશ્વિક એક્સચેન્જીસનો સંપર્ક કરી શકાય છે. એનવાયએસઈ, નેસ્ડેક, એલએસઈ, કેનેડિયન સિક્યુરિટીઝ એક્સચેન્જ, ટોરેન્ટો સ્ટોક એક્સચેન્જ, બીએટીઝ યુરોપ, યુરોનેક્સ્ટ ફ્રાન્સ અને ટોક્યો સ્ટોક એક્સચેન્જમાં આ પ્લેટફોર્મ મારફત સોદા કરી શકાય છે.

ગ્લોબલ સિક્યોરિટીઝ ઉપલબ્ધ

ઈન્ડિયા આઈએનએક્સ ગ્લોબલ એક્સેસ આઈએફએસસી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અરુણકુમાર ગણેશને કહ્યું છે કે કેટલીક સુવિખ્યાત સિક્યુરિટીઝ જેવી કે આલ્ફાબેટ ઈન્ક., એમેઝોન.કોમ ઈન્ક., અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ્સ-એસપી એડીઆ, બેન્ક ઓફ અમેરિકા, એપલ ઈન્ક.,બર્કશાયર હાથવે, સિટીગ્રુપ, હેલ્વેટ, જેપી મોર્ગન, મેટા પ્લેટફોર્મ્સ, માઈક્રોસોફ્ટ, નેસ્લે, નેટફ્લિક્સ, ટેસ્લા વગેરેમાં સક્રિય સામેલગીરી જોવા મળી છે. ઈન્ડિયા આઈએનએક્સ ગ્લોબલ એક્સેસે મોસ્કો એક્સચેન્જમાં ટ્રેડિંગની સુવિધા માટે સોવા કેપિટલ સાથે કરાર કર્યો છે. કંપનીનું પ્લેટફોર્મ નિવાસી વ્યક્તિઓ માટે એલઆરએસ રૂટ હેઠળ ગ્લોબલ સિક્યુરિટીઝમાં રોકાણ કરવા માટેનું માનીતું પ્લેટફોર્મ બની રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]