નવી દિલ્હીઃ સંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓની માંગણીઓ વધી રહી છે. મે મહિનામાં સંગઠિત ક્ષેત્રમાં 7.44 લાખ લોકોને નોકરીઓ પ્રાપ્ત થઈ છે. ઈપીએફઓએ મે માસનો પેરોલ ડેટા પણ જાહેર કર્યો છે. પેરોલ ડેટા અનુસાર મે માસમાં સૌથી વધારે નોકરીઓ ઉભી થઈ છે. એપ્રિલ માસમાં સંગઠિત ક્ષેત્રમાં આશરે 6.76 લાખ નોકરીઓ નવી ઉભી થઈ હતી. ઈપીએફઓએ સપ્ટેમ્બરથી પેરોલ ડેટા જાહેર કરવાનું શરૂ કર્યું છે. ડેટા અનુસાર સપ્ટેમ્બર બાદ સંગઠિત ક્ષેત્રમાં નવી નોકરીઓ સર્જાવાનો ફ્લો સતત વધી રહ્યો છે.
મહિનો | નવી નોકરીઓ |
સપ્ટેમ્બર | 5.43 લાખ |
ઓક્ટોબર | 3.27 લાખ |
નવેમ્બર | 5.82 લાખ |
ડિસેમ્બર | 4.64 લાખ |
જાન્યુઆરી | 5.42 લાખ |
ફેબ્રુઆરી | 4.99 લાખ |
માર્ચ | 4.80 લાખ |
એપ્રિલ | 6.85 લાખ |
મે | 7.44 લાખ |
ઈપીએફઓના ડેટા અનુસાર મે 2018માં સૌથી વધારે નોકરીઓ 18 થી 21 વર્ષની એજ ગ્રુપના લોકોને પ્રાપ્ત થઈ છે. આ એજ ગ્રુપના આશરે 2 લાખ 51 હજાર લોકોને નોકરીઓ પ્રાપ્ત થઈ છે. આનાથી ખ્યાલ આવે છે કે સંગઠિત ક્ષેત્રમાં યુવાનોની માંગ વધી રહી છે. ત્યારબાદ સૌથી વધારે 22 થી 25 વર્ષની એજ ગ્રુપના લોકોને નોકરીઓ પ્રાપ્ત થઈ છે. મે 2018માં 22 થી 25 વર્ષની ઉંમરના લગભગ 1 લાખ 90 હજાર લોકોને નોકરીઓ પ્રાપ્ત થઈ છે.