મુંબઈઃ ઈક્વિટી માર્કેટની નબળાઈ અને બોન્ડની ઊપજમાં થયેલા વધારાને અનુલક્ષીને ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનો દોર જારી રહ્યો છે અને કૅપિટલાઇઝેશન 2 ટ્રિલ્યન ડૉલરની નીચે જઈ પહોંચ્યું છે. ફેડરલ રિઝર્વને નાણાં નીતિ સખત બનાવવાનું શરૂ કર્યું હોવાથી ક્રીપ્ટોના રોકાણકારોની ઍસેટને ઘસારો લાગ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે માર્કેટ કૅપ 1.94 ટ્રિલ્યન ડૉલર થયું છે.
નોંધનીય છે કે એસએન્ડપી 500 ઇન્ડેક્સમાં 1.8 ટકાનો અને નાસ્દાકમાં 2.6 ટકાનો ઘટાડો થયો હોવાથી રોકાણકારો શેર વેચવા લાગ્યા છે. ફેડરલ રિઝર્વ હવે ધારણા કરતાં વહેલું અને વધારે પ્રમાણમાં વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતા દેખાઈ રહી છે તેથી બોન્ડની ઊપજમાં પણ વધારો થયો છે. આ જ નર્વસનેસને લીધે બિટકોઇનનો ભાવ ઘટીને 41,494 ડૉલર પર પહોંચ્યો હતો અને એથેરિયમનો ભાવ 2.5 ટકા ઘટીને 3,075 થયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
64,351 પોઇન્ટ | 64,985 પોઇન્ટ | 62,552 પોઇન્ટ | 62,980 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 19-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |