મુંબઈ તા.13 મે, 2022: ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્કે તેના ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ (જીએમટીએન) પ્રોગ્રામ હેઠળ 1.90 અબજ યુએસ ડોલરનાં બોન્ડ્સ ઈન્ડિયા આઈએનએક્સ પર લિસ્ટ કર્યાં છે.
ગિફ્ટ સિટી બધા ક્ષેત્રની કંપનીઓ, ફંડ્સ, વેલ્થ મેનેજર્સ, સ્ટાર્ટ-અપ્સ અને ગ્લોબલ ઈન-હાઉસ સેન્ટર્સની આવશ્યકતાઓ પૂરી કરે છે. અમે માનીએ છીએ કે લિસ્ટિંગને પગલે અમે વધુ આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષી શકીશું અને ઈન્ડિયા આઈએનએક્સ સાથેની ભાગીદારીને મજબૂત કરી શકીશું, એમ આઈસીઆઈસીઆઈ બેન્કના ગ્લોબલ રેમિટન્સીસ એન્ડ એનઆરઆઈ સર્વિસીસના વડા શ્રીરામ આયરે કહ્યું હતું.
આ પ્રસંગે ઈન્ડિયા આઈએનએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે કહ્યું કે અમને આઈસીઆઈસીઆઈ બેન્કના 7.5 અબજ ડોલરના જીએમટીએન પ્રોગ્રામને સ્થાપિત કરવાનો અને 1.90 અબજ યુએસ ડોલરનાં બોન્ડ્સના લિસ્ટિંગનો આનંદ છે. બેન્કે અમારામાં મૂકેલા વિશ્વાસ બદલ અમે આભારી છીએ. ઈન્ડિયા આઈએનએક્સમાં અત્યારે 69.5 અબજ યુએસ ડોલરનાં બોન્ડ્સ લિસ્ટેડ છે, જે દર્શાવે છે કે વિદેશી ચલણનાં બોન્ડ્સ ઈશ્યુ કરવા માટે ઈન્ડિયા આઈએનએક્સ પસંદગીનું સ્થાન છે.