મુંબઈઃ અમેરિકન સરકાર સિલિકોન વેલી બેન્કના તમામ ખાતેદારોને નુકસાન થવા નહીં દે એવા સમાચારને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે નોંધનીય વૃદ્ધિ થઈ હતી. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 ચોવીસ કલાકના ગાળામાં 2,199 પોઇન્ટ વધ્યો હતો. એમાંથી ટ્રોન, લાઇટકોઇન, અવાલાંશ અને કાર્ડાનોમાં 8થી 12 ટકા વૃદ્ધિ થઈ હતી. માર્કેટ કેપિટલાઇઝેશન 1 ટ્રિલ્યન ડોલરનો આંક વટાવીને 1.010 ટ્રિલ્યન ડોલર થઈ ગયું હતું.
દરમિયાન, દક્ષિણ કોરિયાના વિજ્ઞાન મંત્રાલયે દેશમાં મેટાવર્સને લગતા કામકાજને પ્રોત્સાહન આપવા માટે મેટાવર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ ફંડની જાહેરાત કરી છે. સરકારે 18.1 મિલ્યન ડોલરના રોકાણ સાથે 30.2 મિલ્યન ડોલર કરતાં વધુ ભંડોળ ધરાવતું ફંડ રચ્યું છે. વર્ષ 2026 સુધીમાં દેશને મેટાવર્સનું કેન્દ્ર બનાવવાનું આયોજન સરકારે કર્યું છે. બીજી બાજુ, નાઇજિરિયાના નવા વરાયેલા પ્રમુખ બોલા ટિનુબુએ બેન્કિંગ તથા નાણાકીય ક્ષેત્રમાં બ્લોકચેઇન ટેક્નોલોજી અને ક્રીપ્ટોકરન્સીના ઉપયોગ શરૂ કરવા માટેની જાહેરાત કરી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 7.55 ટકા (2,199 પોઇન્ટ) વધીને 31,339 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,140 ખૂલીને 32,140ની ઉપલી અને 28,921 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.