મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે વૃદ્ધિનો દોર જારી રહ્યો હતો. અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં વધારો થતો જોઈને અને ડોલર નબળો પડતો હોવાથી રોકાણકારોએ સાવચેતીપૂર્વક ખરીદી શરૂ કરી છે. ડાઉ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ પરના ફ્યુચર્સમાં 0.7 ટકા, એસએન્ડપી 500ના ફ્યુચર્સમાં 0.8 ટકા અને નાસ્દાક 100ના ફ્યુચર્સમાં 0.8 ટકાનો વધારો થયો હતો. છેલ્લા થોડા સમયથી ક્રીપ્ટોકરન્સીમાં સ્ટોક માર્કેટની ચાલનો પડઘો પડે છે.
અન્ય કરન્સીની તુલનાએ ડોલરની મજબૂતી દર્શાવતો ડોલર ઇન્ડેક્સ સોમવારે ત્રણ સપ્તાહની સૌથી નીચલી સપાટીએ પહોંચ્યો હતો.
અમેરિકન કેન્દ્રીય બેન્ક – ફેડરલ રિઝર્વની બુધવારે આવનારી મિનટ્સ ઓફ મીટિંગ પર રોકાણકારોની નજર છે. તેમાં વ્યાજદર સંબંધિત નીતિની સ્પષ્ટતા થઈ જશે.
બિટકોઇન પાછલા ચોવીસ કલાકમાં 1.1 ટકા કરતાં વધારે વધીને 30,400 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ઈથેરિયમ 2 ટકાના વધારા સાતે 2,000 ડોલરની નજીક ચાલી રહ્યો છે. મુખ્ય ઓલ્ટરનેટિવ કોઇનના ભાવમાં પણ વધારો થયો છે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.46 ટકા (604 પોઇન્ટ) વધીને 41,849 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 41,245 ખૂલીને 42,050 સુધીની ઉપલી અને 40,518 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
41,245 પોઇન્ટ | 42,050 પોઇન્ટ | 40,518 પોઇન્ટ | 41,849 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 23-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |