આઇસી15 ઇન્ડેક્સમાં 1,841 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં સ્ટોક માર્કેટ ઘટીને ખૂલવાના સંકેતો વચ્ચે મંગળવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નરમાશ આવી હતી. ફુગાવો, ભૂરાજકીય તંગદિલી તથા મંદીની આશંકા એ બધાં પરિબળો ફરી એક વાર માર્કેટ પર હાવી થઈ જતાં રોકાણકારો સાવચેત થઈ ગયા છે.

અમેરિકન શેરબજારમાં સોમવારે વધારો થયો હતો, પરંતુ મંગળવારે ફ્યુચર્સમાં ઘટાડો જોવા મળવાની શક્યતા વ્યક્ત થઈ છે. તેને પગલે બિટકોઇન પાછલા ચોવીસ કલાકના ગાળામાં આશરે 4 ટકા ઘટીને ફરી એક વાર 30,000 ડોલરની નીચે (29,300) પહોંચી ગયો છે. આ જ રીતે ઈથેરિયમમાં પાંચેક ટકાના ઘટાડા સાથે ભાવ 1,900 ડોલરની નજીક ચાલી રહ્યો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.40 ટકા (1,841 પોઇન્ટ) ઘટીને 40,008 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 41,849 ખૂલીને 42,130 સુધીની ઉપલી અને 39,512 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
41,849 પોઇન્ટ 42,130 પોઇન્ટ 39,512 પોઇન્ટ 40,008 પોઇન્ટ

ડેટાનો સમયઃ 24-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]