આઇસી15 ઇન્ડેક્સમાં 598 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે સુધારો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના તમામ ઘટક કોઈન વધ્યા હતા. ઈથેરિયમ, બિટકોઇન, લાઇટકોઇન અને બીએનબીમાં 2થી 4 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન, ક્રીપ્ટોકરન્સી ક્ષેત્રે પ્રવર્તમાન નબળી સ્થિતિનો સામનો કેવી રીતે કરવો એ દિશામાં ભારતીય ક્રીપ્ટો એક્સચેન્જોએ વિચારણા શરૂ કરી દીધી છે. બીજી બાજુ, યુરોપિયન સેન્ટ્રલ બેન્ક પોતાની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો પ્રયોગ શરૂ કરવાની તૈયારીમાં છે.

હોંગકોંગ પોલીસે નાગરિકોને વેબ3 અને મેટાવર્સ ક્ષેત્રે સાયબર ફ્રોડથી બચાવવા માટે સાયબરડિફેન્ડર નામના મેટાવર્સ પ્લેટફોર્મની જાહેરાત કરી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.59 ટકા (598 પોઇન્ટ) વધીને 38,277 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,679 ખૂલીને 38,717ની ઉપલી અને 37,622 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.