આઇસી15 ઇન્ડેક્સમાં 406 પોઇન્ટનો વધારો

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટિંગ પછીથી સુધરેલા માનસને પગલે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે સુધારો જોવા મળ્યો હતો. માર્કેટનો બેંચમાર્ક આઈસી15 ઇન્ડેક્ષ 406 પોઇન્ટ વધ્યો હતો. એમાં મુખ્ય વધનારા કોઈન ચેઇનલિંક, સોલાના પોલકાડોટ અને પોલીગોન હતા, જેમાં બેથી આઠ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

દરમિયાન, જર્મનીની બીજા ક્રમાંકની બેંક – ડીઝેડ બેંકે ડિજિટલ એસેટ મેનેજમેન્ટ સર્વિસ પૂરી પાડવા માટે મેટાકો નામની ડિજિટલ એસેટ કંપની સાથે સહયોગ સાધ્યો છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.19 ટકા (406 પોઇન્ટ) વધીને 34,469 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,063 ખૂલીને 34,818ની ઉપલી અને 33,313 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.