આઇસી15 ઇન્ડેક્સમાં 310 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 સોમવારે શરૂઆતમાં ઘટ્યા બાદ ઉછળ્યો હતો. એના ઘટકોમાંથી સોલાના, અવાલાંશ, યુનિસ્વોપ અને શિબા ઇનુ 3થી 12 ટકા વધ્યા હતા. લાઇટકોઇન, પોલીગોન અને ડોઝકોઇનમાં બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 1.131 ટ્રિલ્યન ડોલર થયું હતું.

દરમિયાન, બેન્ક ઓફ રશિયા ડિજિટલ રૂબલ એટલે કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી માટેનો પ્રયોગ આગામી પહેલી એપ્રિલથી શરૂ કરવાની છે. એમાં તેર સ્થાનિક બેન્કો સહભાગી થશે. બીજી બાજુ, હોંગકોંગના સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશને વર્ચ્યુઅલ એસેટના ટ્રેડિંગ પ્લેટફોર્મ માટે નિયમાવલિ જાહેર કરી છે અને એના વિશે જનતાના પ્રતિભાવ મગાવ્યા છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.89 ટકા (310 પોઇન્ટ) વધીને 35,258 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,948 ખૂલીને 35,714ની ઉપલી અને 33,939 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.