ચીનના અબજોપતિ CEO બાઓ ફેન ગાયબઃ કંપનીના શેરમાં ઘટાડો

બીજિંગઃ ચાઇનીઝ ડીલમેકર અને ચાઇના રેનેસાં હોલ્ડિંગ્સના સ્થાપક બાઓ ફેન અચાનક ગાયબ થઈ ગયા છે અને એને કારણે હોંગકોંગમાં લિસ્ટેડ તેમની કંપનીના શેરોમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં કોઈ વેપારીના ગાયબ થવાનો આ પહેલો કેસ નથી. આ પહેલાં પણ અનેક કેસો આવી ચૂક્યા છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે બોર્ડને તેમના વિસે કોઈ માહિતી નથી, જે સંકેત છે બાઓની ગેરહાજરી ગ્રુપના વેપાર અથવા  ગ્રુપના ઓપરેશન્સ સંબંધિત છે – જે સામાન્ય રીતે સુચારુ રૂપે કામગીરી ચાલી રહી છે. તેઓ છેલ્લા બે દિવસથી ઓફિસમાં નહોત દેખાતા, એમ અલ જઝીરાએ ચીન સ્થિત નાણાકીય ન્યૂઝ આઉટલેટ કેક્સિનનો હવાલો આપતાં જણાવ્યું હતું.

ચાઇના રેનેસાં 2018માં હોંગકોંગ સ્ટોક એક્સચેંજમાં લિસ્ટેડ કરવામાં આવી હતી અને કંપનીના સલાહકાર સેવાઓ કરવા સિવાય હાઇ પ્રોફાઇલ ચીની સ્ટાર્ટઅપ જેવી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક NIOએમાં મૂડીરોકાણ કર્યું હતું. જોકે ચીનમાં વેપારી એક્ઝિક્યુટિવ્સ ગાયબ થઈ જવાની ઘટના અસામાન્ય નથી, કેમ કે અહીં સત્તાવાલાઓ મહિનાઓ કે વર્ષો સુધી કોઈ ચાર્જ વગર તેમને અટકાયતમાં રાખી શકે છે.

જોકે શેરબજારમાં બાઓના લાપતા થવાની સાથે કંપનીના શેરોમાં ભારે ઘટાડો આવ્યો હતો અને રેનેસાંના શેર 50 ટકા ગગડી ગયા હતા અને કંપનીના બજાર મૂલ્યમાં પણ 2.8 અબજ ડોલર (48 કરોડ ડોલર) ઘટી ગયું હતું. જોકે શેરમાં ગભરાટ શમતાં અને વેચાણો કપાતાં શેર બાઉન્સ બેક થયો હતો અને માત્ર 28 ટકાનો ઘટાડો થયો હતો. જોકે આશરે ત્રણ કરોડ શેરોબુટિક ઇન્વેસ્ટમેન્ટ બેન્કના ત્રણ કરોડ શેરોનો હાથબદલો થયો હતો.