આદિત્ય બિરલા સન લાઇફ મલ્ટી એસેટ એલોકેશન ફંડના એનએફઓને જબ્બર પ્રતિસાદ

મુંબઈઃ આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના મલ્ટી એસેટ એલોકેશન ફંડની ન્યૂ ફંડ ઓફર (એનએફઓ)ને હાલમાં જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. આ ઓફરમાં 70,000 રોકાણકારોએ કુલ 1,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

ઉક્ત ફંડ ઈક્વિટી, ફિક્સ્ડ એસેટ, સોનું/ચાંદી અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (આરઈઆઇટી)માં રોકાણ કરે છે.

આ વિષયે વધુ માહિતી આપતાં આદિત્ય બિરલા સન લાઇફ એએમસીના એમડી-સીઈઓ એ. બાલસુબ્રમણ્યને કહ્યું છે કે આ ફંડમાં અલગ રીતે પોર્ટફોલિયોનું સંયોજન કરવામાં આવ્યું છે. વધુ રિટર્ન ઓન ઈક્વિટી તથા ઓછું કરજ ધરાવતી અને કામકાજમાંથી વધુ રોકડ આવકનું સર્જન કરતી ઉચ્ચ ગુણવત્તાની અને વધુ વૃદ્ધિલક્ષી કંપનીઓમાં ફંડે રોકાણ કર્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]