મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં તેજી આગળ વધતાં બિટકોઇન 20,800 ડોલરની ઉપર પહોંચી ગયો છે. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી શિબા ઇનુ, સોલાના, પોલીગોન અને અવાલાંશ 2થી 5 ટકાની રેન્જમાં વધ્યા હતા. પોલકાડોટ અને લાઇટકોઇન ઘટ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 979 અબજ ડોલર થઈ ગયું છે.
ગાંજાના છોડનો ઉછેર કરતી કંપની મેન્ડોસિનો ક્લોન કંપનીએ પોતાની પેદાશની ખરાઈ ચકાસવા માટે બ્લોકચેઇન અને સ્માર્ક કોન્ટ્રેક્ટનો ઉપયોગ શરૂ કર્યો છે. કંપની દરેક છોડને બેચ સર્ટિફિકેટ આપવા માટે બ્લોકચેઇન ટેક્નોલોજી વાપરશે.
બીજી બાજુ સેન્ટ્રલ બેન્ક ઓફ થાઇલેન્ડે પરંપરાગત બેન્કોની સાથે સાથે વર્ષ 2025 સુધીમાં વર્ચ્યુઅલ બેન્કો ચલાવવા માટે મંજૂરી આપી દીધી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.84 ટકા (254 પોઇન્ટ) વધીને 30,448 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,194 ખૂલીને 31,283ની ઉપલી અને 30,115 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.