93 ટકા ભારતીય CEO ઓપરેટિંગ ખર્ચ ઘટાડવાની તૈયારીમાં

દાવોસઃ વિશ્વમાં વધતા રાજકીય જોખમોની વચ્ચે મોટા ભાગના ભારતીય CEOએ એક સર્વેમાં સંકેત આપ્યા હતા કે કંપનીના ઓપરેટિંગ ખર્ચને ઓછો કરવા માટેની યોજના બનાવી રહ્યા છે. જોકે તેઓ વૈશ્વિક CEOની તુલનાએ દેશની કંપનીના CEO આર્થિક કામગીરીમાં વધુ આશાવાદી છે. વિશ્વ આર્થિક મંચની બેઠકના પહેલા દિવસે PWC દ્વારા વૈશ્વિક CEO સર્વેમાં એ નિષ્કર્ષ નીકળ્યો છે.

મોટા ભારની કંપનીઓના CEO કર્મચારીઓની સંખ્યા અથવા પગારમાં કાપની યોજના નથી બનાવી રહ્યા. આ સર્વેમાં 10માંથી ચાર CEOએ કહ્યું હતું કે તેમને લાગે છે કે 10 વર્ષ પછી તેમની કંપની આર્થિક રૂપથી વ્યવહારુ રહી જશે. 93 ટકા ભારતીય CEOએ જણાવ્યું હતું કે તેઓ ઓપરેટિંગ ખર્ચ ઘટાડી રહ્યા છે અથવા ઘટાડવાની યોજના બનાવી રહ્યા છે. 85 ટકા વૈશ્વિક અને એશિયા પ્રશાંતના 81 CEOએ કંઈક આ પ્રકારના વિચારો મૂક્યા હતા. આશરે 78 ટકા ભારતીય CEOએ કહ્યું હતું કે આગામી 12 મહિનામાં વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં ઘટાડો આવશે.

વૈશ્વિક સ્તરે 73 ટકા અને એશિયા પ્રશાંતના 69 ટકા CEOએ પણ આ પ્રકારના જ વિચારો વ્યક્ત કર્યા હતા. વૈશ્વિક મંદીની આશંકા છતાં ભારતના 10માંથી પાંચ કે તેથી વધુ CEO અર્થતંત્ર પ્રતિ આશાવાદી વલણ ધરાવતા હતા. એની તુલનામાં એશિયા પ્રશાંતના માત્ર 37 ટકા  અને વૈશ્વિક સ્તરે  અને 29 ટકા CEO આગામી 12 મહિનામાં પોતાના દેશો અથવા ક્ષેત્રોમાં આર્થિક વૃદ્ધિને માટે આશાવાદી હતા.