આઇસી15 ઇન્ડેક્સમાં 215 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સુધારાનું વલણ જોવા મળ્યું હતું. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના ઘટકોમાંથી એક્સઆરપી, સોલાના, કાર્ડાનો અને લાઇટકોઇન 2થી 7 ટકાની રેન્જમાં વધ્યા હતા. મુખ્ય ઘટેલા કોઇન ચેઇનલિંક, યુનિસ્વોપ, પોલીગોન અને શિબા ઇનુ હતા. ૩.૦ વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.54 ટકા (215 પોઇન્ટ) વધીને 39,796 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,581 ખૂલીને 40,038ની ઉપલી અને 39,045 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

દરમિયાન, અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડી જુનિયરે બિટકોઇન અને મૂલ્યવાન ધાતુઓનું પીઠબળ ધરાવતા ડોલરની વાત કરી છે તથા બિટકોઇન પરના કેપિટલ ગેઇન્સ ટેક્સને દૂર કરવાની ભલામણ કરી છે એને પગલે ક્રીપ્ટો માર્કેટમાં માનસ સુધર્યું છે. બીજી બાજુ, પોલીચેઇન કેપિટલ અને કોઇનફંડે નવાં ફંડ્સ માટે 350 મિલ્યન ડોલર ઊભા કર્યા છે. આના પરથી ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગમાં નવેસરથી રસ જાગી રહ્યો હોવાનું જોઈ શકાય છે.