મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સતત ત્રીજા દિવસે વૃદ્ધિનો માહોલ રહ્યો હતો. બિટકોઇનના ઈટીએફના ફાઇલિંગના સમાચારે બજારમાં નવો ઉત્સાહ રેડ્યો છે. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના તમામ ઘટક કોઇન વધ્યા હતા, જેમાંથી શિબા ઇનુ, કાર્ડાનો, ચેઇનલિંક અને પોલીગોન 7થી 13 ટકાની વૃદ્ધિ સાથે મોખરે હતા. બિટકોઇન 4.07 ટકા વધીને બે મહિના બાદ 30,000 ડોલરની સપાટીને વટાવીને 30,236 બંધ રહ્યો હતો.
દરમિયાન, મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપોરે ડિજિટલ મની સ્ટાન્ડર્ડ અંગેનું શ્વેતપત્ર બહાર પાડ્યું હતું. ઉપરાંત, રિપલે સિંગાપોરમાં ડિજિટલ એસેટ પેમેન્ટ તથા ટોકન પ્રોડક્ટ્સ ઓફર કરવા માટેની મુખ્ય પેમેન્ટ સંસ્થા તરીકે કામ કરવા માટે મોનેટરી ઓથોરિટી પાસેથી સૈદ્ધાંતિક મંજૂરી પ્રાપ્ત કરી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.57 ટકા (1,002 પોઇન્ટ) વધીને 40,048 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,046 ખૂલીને 40,469ની ઉપલી અને 38,841 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.