આઇસી15 ઇન્ડેક્સમાં 1,953 પોઇન્ટનો ઉછાળો

મુંબઈઃ સોમવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નોંધપાત્ર ઉછાળો આવતાં બિટકોઇન મહિનામાં પહેલી વાર 22,200 ડોલરની ઉપર ટ્રેડ થવા લાગ્યો હતો. રોકાણકારોએ સ્ટોક્સમાં થઈ રહેલી વૃદ્ધિને અનુસરીને ક્રીપ્ટોમાં રસ વધાર્યો છે અને વધુ જોખમ લેવાની તૈયારી દેખાઈ રહી છે.

અમેરિકામાં એસએન્ડપી 500 ઇન્ડેક્સની સાથે જોડાયેલા ફ્યુચર્સમાં 0.7 ટકાની વૃદ્ધિ થઈ હતી, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજના ફ્યુચર્સમાં 0.6 ટકા અને નાસ્દાક 100ના ફ્યુચર્સમાં 1.1 ટકાનો વધારો થયો હતો. હવે ગોલ્ડમેન સાક્સ અને બેન્ક ઓફ અમેરિકાનાં સારાં આર્થિક પરિણામો આવવાની ધારણા છે. ડોલર કેટલીક કરન્સીની સામે નબળો પડ્યો તેની સકારાત્મક અસર પણ ક્રીપ્ટોકરન્સી પર પડી છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.65 ટકા (1,953 પોઇન્ટ) ઉછળીને 31,315 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,363 ખૂલીને 31,407 સુધીની ઉપલી અને 28,711 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ 
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
29,363 પોઇન્ટ 31,407 પોઇન્ટ 28,711 પોઇન્ટ 31,315  પોઇન્ટ

ડેટાનો સમયઃ 18-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]