સાપ્તાહિક કોર્ટ કોમેડી શો – ‘કેસ તો બનતા હૈ’નું ટ્રેલર રિલીઝ કરાયું

એમેઝોનની મફત વીડિયો સ્ટ્રીમિંગ સેવા ‘એમેઝોન મિની ટીવી’એ દેશના સૌથી મોટા સાપ્તાહિક કોમેડી શો ‘કેસ તો બનતા હૈ’નું ટ્રેલર 18 જુલાઈ, સોમવારે મુંબઈમાં મીડિયાકર્મીઓ સમક્ષ પ્રસ્તુત કર્યું હતું. આ પ્રસંગે કલાકારો – રિતેશ દેશમુખ, વરૂણ શર્મા, મોનિકા મૂર્તિ, ગોપાલ દત્ત તથા અન્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

ભારતનો આ સૌપ્રથમ ‘કોર્ટ ઓફ કોમેડી’ શો 29 જુલાઈએ એમેઝોન શોપિંગ એપ પર એમેઝોન મિની-TV પર અને ફાયર-TV પર સ્ટ્રીમ કરાશે, જે મફતમાં હશે.

આ શોમાં રિતેશ અને વરૂણ અનુક્રમે પબ્લિક પ્રોસિક્યૂટર અને ડીફેન્સ લૉયરની ભૂમિકા ભજવશે જ્યારે કુશા કપિલા જજ બનશે, જે બોલીવુડની મોટી-મોટી હસ્તીઓનું ‘ભાવિ’ નક્કી કરશે.

આ શોમાં વરૂણ ધવન, કરીના કપૂર-ખાન, કરણ જોહર, સારા અલી ખાન, અનિલ કપૂર, રોહિત શેટ્ટી, બાદશાહ જેવી જાણીતી બોલીવુડ હસ્તીઓ ઉપસ્થિત રહેશે.

અભિનેત્રી મોનિકા મૂર્તિ

રિતેશ દેશમુખે કહ્યું કે, ‘મેં અગાઉ ઘણી કોમેડી ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ ‘કેસ તો બનતા હૈ’ મારી કારકિર્દીમાં કાયમ વિશેષ સ્થાને રહેશે. મોટી હસ્તીઓને સકંજામાં લેતો આ શો એમને અને આપણને બધાયને હસાવીને લોટપોટ કરી દેશે. આ શો મસાલાથી ભરપૂર ધમાકેદાર કેસ છે.’

અભિનેતા પરિતોષ ત્રિપાઠી

વરૂણ શર્મા

અભિનેતા અને લેખક ગોપાલ દત્ત

(તસવીરોઃ દીપક ધુરી)

(જુઓ કોમેડી શોનું ટ્રેલર)