મુંબઈઃ ક્રિપ્ટો કરન્સી માર્કેટ માટે આ સપ્તાહ ઘણું સારું રહ્યું હતું. બિટકોઇન 3.5 ટકાની વૃદ્ધિ સાથે 20,875 ટ્રેડ થઈ રહ્યો હતો. IC15 ઇન્ડેક્સના તમામ ઘટકોમાંથી ડોઝકોઇન 25.7 ટકા વૃદ્ધિ પામ્યો હતો. શિબા ઇનુમાં 13 ટકાનો વધારો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 1 ટ્રિલિયન ડોલરનો આંક વટાવી ગયું હતું.
હવે ક્રિપ્ટો માર્કેટને અંદાજ છે કે સાનુકૂળ નાણાં નીતિને પગલે ફુગાવાનો દર ઘટશે. દરમિયાન, પેમેન્ટ ક્ષેત્રની અગ્રણી કંપની વિઝાએ ડિજિટલ વોલેટ્સ, એનએફટી અને મેટાવર્સને લગતા બે ટ્રેડમાર્ક માટે અરજી કરી છે. અમેરિકન એક્સપ્રેસ અને ન્યુ યોર્ક સ્ટોક એક્સચેન્જે ગયા વર્ષે આવી અરજીઓ કરી હતી.
આ અગાઉ ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સૌપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.2 ટકા (1558 પોઇન્ટ) વધીને 31,344 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,786 ખૂલીને 31,753 પોઇન્ટની ઉપલી અને 29,411 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
29,786 પોઇન્ટ | 31,753 પોઇન્ટ | 29,411 પોઇન્ટ | 31,344 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 29-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) | |||