મુંબઈઃ ડિસેમ્બરથી વ્યાજદરમાં વૃદ્ધિનું પ્રમાણ ઓછું હશે એવું નિવેદન અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કર્યું છે. તેને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં તેજી આગળ વધી હતી. આઇસી15 ઇન્ડેક્સના ઘટકોમાંથી પોલીગોન, ચેઇનલિંક અને બિટકોઇન બેથી પાંચ ટકાની રેન્જમાં વધ્યા હતા. ઘટેલા કોઇનમાં લાઇટકોઇન, ડોઝકોઇન અને બિનાન્સ સામેલ હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 850 અબજ ડોલર થયું છે.
દરમિયાન, પોર્ટુગલ પછી ઇટાલીએ ક્રીપ્ટોકરન્સીના ટ્રેડિંગમાં થતા કેપિટલ ગેઇન પર 26 ટકાનો કરવેરો લાગુ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ ઇટાલીમાં ડિજિટલ એસેટના નિયમનકારે ક્રીપ્ટો સર્વિસ પ્રોવાઇડર્સ – નેક્સો અને જેમિનીના રજિસ્ટ્રેશનને મંજૂરી આપી છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.99 ટકા (255 પોઇન્ટ) વધીને 25,859 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,604 ખૂલીને 26,196ની ઉપલી અને 25,296 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
25,604 પોઇન્ટ | 26,196 પોઇન્ટ | 25,296 પોઇન્ટ | 25,859 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 1-12-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
