આઇસી15 ઇન્ડેક્સ 238 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વને વ્યાજદર સંબંધિત નીતિ નક્કી કરવામાં મદદરૂપ થનારા રોજગારના આંકડાઓ જાહેર થવા પૂર્વે વૈશ્વિક સ્તરે ઈક્વિટી અને કોમોડિટીઝ માર્કેટમાં સાવધાનીનું વાતાવરણ હતું. ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સમાં 238 પોઇન્ટનો ઘટાડો થયો હતો. એના ઘટકોમાંથી ડોઝકોઇન, એક્સઆરપી, બિનાન્સ અને સોલાના મુખ્ય ઘટેલા કોઇન હતા. યુનિસ્વોપ, પોલકાડોટ, અવાલાંશ અને ચેઇનલિંકમાં એકથી ત્રણ ટકાનો વધારો થયો હતો. બિટકોઇન 17,000 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો અને માર્કેટ કેપિટલાઇઝેશન 853 અબજ ડોલર હતું.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમના નાણાપ્રધાન એન્ડ્રુ ગ્રિફિથે કહ્યું છે કે તેઓ દેશને ક્રીપ્ટો ઉદ્યોગનું એક અગત્યનું કેન્દ્ર બનાવવા પ્રતિબદ્ધ છે. એફટીએક્સની નાદારીની સ્થિતિને લીધે આ લક્ષ્યમાં કોઈ ફેરફાર નહીં થાય.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.92 ટકા (255 પોઇન્ટ) ઘટીને 25,621 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,859 ખૂલીને 26,110ની ઉપલી અને 25,406 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
25,859 પોઇન્ટ 26,110 પોઇન્ટ 25,406 પોઇન્ટ 25,621 પોઇન્ટ

ડેટાનો સમયઃ 2-12-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)