આઇસી15 ઇન્ડેક્સમાં ત્રણ ટકાનો ઘસારો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના તમામ ઘટકો બુધવારે ઘટ્યા હતા. એમાંથી શિબા ઇનુ, પોલીગોન, કાર્ડાનો અને સોલાના 6-7 ટકાની રેન્જમાં ઘટ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને 1.022 ટ્રિલ્યન ડોલર થયું છે.

દરમિયાન, એરિઝોનાના સંસદસભ્યો વર્ચ્યુઅલ કરન્સીને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવી કે નહીં એ વિશે મતદાન લેવા માટેનો ખરડો લાવવાનું વિચારી રહ્યા છે. સાઉદી અરેબિયાની સેન્ટ્રલ બેન્કે જાહેર કર્યું છે કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) આધારિત પેમેન્ટ સોલ્યુશન વિકસાવવા માટેના એના પ્રયાસ ચાલુ રહેશે. આ ઉપરાંત સીબીડીસીની આર્થિક અસરોનો પણ અભ્યાસ કરવામાં આવશે. બીજી બાજુ, બ્લોકસ્ટ્રીમે બિટકોઇન માઇનિંગ કોલોકેશન સર્વિસીસ માટે 125 મિલ્યન ડોલર એકઠા કર્યા છે. ઉપરાંત, ક્વિકનોડ નામના બ્લોકચેઇન ડેવલપરે 60 મિલ્યન ડોલર ભેગા કર્યા છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.00 ટકા (989 પોઇન્ટ) ઘટીને 31,905 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,894 ખૂલીને 33,016ની ઉપલી અને 31,417 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.