મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના તમામ ઘટક કોઇનના ભાવમાં સોમવારે ઘટાડો નોંધાયો હતો. પોલીગોન, ચેઇનલિંક, બાઇનાન્સ અને યુનિસ્વોપમાં 5થી 10 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન ફરી એક વખત 1 ટ્રિલ્યન ડોલરની નીચે એટલે કે 995 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયું હતું. સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશનના ચેરમેન જેન્સલરે ક્રીપ્ટોકરન્સી કંપનીઓને નિયમનું પાલન કરવાની તાકીદ કરી છે.
દરમિયાન, ચીની સરકારે બ્લોકચેઇન ટેક્નોલોજી ક્ષેત્રે કામકાજ વધારવા માટે બીજિંગમાં નેશનલ બ્લોકચેઇન ટેક્નોલોજી ઇનોવેશન સેન્ટર શરૂ કર્યું છે. એમાં ફાઇનાન્સ, આરોગ્ય, શિક્ષણ તથા અન્ય ક્ષેત્રો માટેનાં બ્લોકચેઇન આધારિત સોલ્યુશન્સ વિકસાવવામાં આવશે.
બીજી બાજુ, બ્રાઝિલની સૌથી જૂની બેન્કોમાંની એક બેન્કો ડો બ્રાઝિલે દેશવાસીઓને કરવેરાની ચૂકવણી ક્રીપ્ટોકરન્સીમાં કરવા દેવાની મંજૂરી આપી છે. કેલિફોર્નિયાના કન્ઝ્યુમર ફેડરેશને ગ્રાહકોને નાણાકીય કૌભાંડો અને દગાબાજીથી બચાવવા માટે ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જોનું નિયમન કરવા માટેનો ખરડો રજૂ કર્યો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.79 ટકા (880 પોઇન્ટ) ઘટીને 30,634 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,514 ખૂલીને 31,883ની ઉપલી અને 30,451 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.