મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના બીએનબી સિવાયના તમામ ઘટક કોઇનમાં ઘટાડો નોંધાયો હતો. ડોઝકોઇન, અવાલાંશ, પોલકાડોટ અને ચેઇનલિંકમાં 4થી 9 ટકાનો ઘટાડો થયો હતો. બિટકોઇન 28,000 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
દરમિયાન, ટેક્સાસની ધારાસભાએ ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જોને એમનાં રિઝર્વ જાહેર કરવાનું કહેતો ખરડો – એચબી1666 પસાર કર્યો છે. બીજી બાજુ, યુરોપિયન સંસદે માર્કેટ્સ ઇન ક્રીપ્ટો એસેટ્સ એક્ટ નામનો કાયદો મંજૂર કર્યો છે, જેનો ઉદ્દેશ્ય ડિજિટલ એસેટ ઉદ્યોગનું નિયમન કરવાનો છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.62 ટકા (635 પોઇન્ટ) ઘટીને 38,554 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,189 ખૂલીને 39,330ની ઉપલી અને 38,316 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
