આઇસી15 ઇન્ડેક્સ 512 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકન કેન્દ્રીય બેન્ક ફુગાવાને નાથવા માટે ફરી એક વાર વ્યાજદરમાં વધારો કરવાનું વલણ અપનાવશે એવી શક્યતાને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે ઘટાડો આગળ વધ્યો હતો. બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 512 પોઇન્ટ ઘટ્યો હતો. એના ઘટકોમાંથી બિનાન્સ અને એક્સઆરપીને બાદ કરતાં તમામ કોઇન ઘટ્યા હતા. પોલીગોન, સોલાના, યુનિસ્વોપ અને ચેઇનલિંકમાં 4થી 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ક્રીપ્ટોકરન્સી માર્કેટનું કુલ કેપિટલાઇઝેશન ફરી એક વાર 1 ટ્રિલ્યન ડોલરની સપાટીથી નીચે ઉતરીને 994 અબજ ડોલર પહોંચ્યું હતું.

દરમિયાન, અમેરિકામાં કાળાં નાણાંને ધોળાં કરવાના ઉદ્દેશ્યથી થતા ક્રીપ્ટોકરન્સીના ટ્રેડિંગને નાથવાના ઉદ્દેશ્યથી ક્રીપ્ટો સંબંધિત કરવેરાના કાયદામાં ફેરફાર કરવાનું સરકારનું આયોજન છે. બીજી બાજુ, બિનાન્સ એનએફટીએ પોલીગોન નેટવર્ક માટે સપોર્ટ જાહેર કર્યું છે. એને પગલે પોલીગોનના યુઝર્સ અનેક બ્લોકચેઇન પર એનએફટીનું ટ્રેડિંગ કરી શકશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.63 ટકા (512 પોઇન્ટ) ઘટીને 30,809 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,321 ખૂલીને 31,588ની ઉપલી અને 30,668 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]