આઇસી15 ઇન્ડેક્સ 353 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં કુલ રાષ્ટ્રીય પેદાશનો આંક ધારણા કરતાં વધુ આવ્યો એની અસર તળે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.90 ટકા (353 પોઇન્ટ) ઘટીને 38,880 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,233 ખૂલીને 39,242ની ઉપલી અને 38,673 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ટોચના ઘટેલા કોઇનમાં ડોઝકોઇન, પોલીગોન, સોલાના અને અવાલાંશ સામેલ હતા. એમનો ઘટાડો 2થી 4 ટકાની રેન્જમાં હતો.

દરમિયાન, અમેરિકા ડિજિટલ એસેટ ઉદ્યોગ માટેનું સ્પષ્ટ નિયમનકારી માળખું ઘડવા આગળ વધી રહ્યું છે. અમેરિકન સંસદની નાણાકીય સેવાની સમિતિએ સ્ટેબલકોઇનનું નિયમન કરવા માટેનો ખરડો રજૂ કર્યો છે. બીજી બાજુ, ઇઝરાયલ સરકારે ડિસેન્ટ્રલાઇઝ્ડ ગવર્નન્સ ઓર્ગેનાઇઝેશન્સના નિયમન સંબંધે નિષ્ણાતોની એક ટુકડી રચી છે.