મુંબઈઃ ફેડરલ રિઝર્વની નાણાં નીતિની સમીક્ષા રજૂ થવા પહેલાં સાવચેતીરૂપે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી હતી. માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સ 15 પોઇન્ટ ઘટ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના ઘટક કોઇનના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, જેમાંથી સર્વાધિક ઘટાડો પોલીગોન, કાર્ડાનો, પોલકાડોટ અને અવાલાંશમાં થયો હતો. સોલાના, ડોઝકોઇન, એક્સઆરપી અને યુનિસ્વોપ 1-2 ટકાની રેન્જમાં વધ્યા હતા.
દરમિયાન, સ્પેનની ખાનગી ક્ષેત્રની એએન્ડજી બેન્કે દેશનું સર્વપ્રથમ ક્રીપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ ફંડ લોન્ચ કર્યું છે. એના મારફતે રોકાણની ઇનોવેટિવ પ્રોડક્સ્ટ ઓફર કરવામાં આવશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.04 ટકા (15 પોઇન્ટ) ઘટીને 38,627 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,642 ખૂલીને 38,957 પોઇન્ટની ઉપલી અને 38,520 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.