આઇસી15 ઇન્ડેક્સ 865 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સતત ચોથા દિવસે ઘટાડો નોંધાયો હતો. બિનાન્સે એફટીએક્સ હસ્તગત કરવાનો સોદો રદ કર્યો એવા સમાચારને પગલે બજારમાં નકારાત્મક માહોલ સર્જાયો હતો. આઇસી15 ઇન્ડેક્સ 865 પોઇન્ટ ઘટ્યો હતો. એના ઘટકોમાંથી સોલાના, બિટકોઇન, ટ્રોન, બિનાન્સ અને શિબા ઇનુ 5થી 17 ટકા ઘટ્યા હતા. પોલીગોન, ડોઝકોઇન અને ચેઇનલિંકમાં 1થી 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને 830 અબજ ડોલર થઈ ગયું છે.

એફટીએએક્સના ધબડકાને પગલે કોઇનબેઝ, રિપલ અને સર્કલના સીઈઓએ ક્રીપ્ટોકરન્સી સંબંધે સ્પષ્ટ નીતિવિષયક ધોરણ જાહેર કરવાની હાકલ કરી છે. દરમિયાન, ઇન્ડોનેશિયાના નાણાપ્રધાન શ્રી મુલ્યાની ઇન્દ્રવતીએ નાણાકીય સલામતી સુધારવા અને રોકાણકારોનું રક્ષણ કરવા નવો નાણાકીય કાયદો ઘડવાની હાકલ કરી છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.4 ટકા (865 પોઇન્ટ) ઘટીને 24,549 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,414 ખૂલીને 26,541 પોઇન્ટની ઉપલી અને 22,795 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
25,414 પોઇન્ટ 26,541 પોઇન્ટ 22,795 પોઇન્ટ 24,549 પોઇન્ટ

ડેટાનો સમયઃ 10-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)