આઇસી15 ઇન્ડેક્સ છ ટકા વધ્યો

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાનો દર ધાર્યા કરતાં નીચો આવ્યો હોવાની સકારાત્મક અસર ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર પણ પડી હતી. તેને પગલે માર્કેટનો બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સ 1,446 પોઇન્ટ વધ્યો હતો. એના મુખ્ય ઘટકોમાંથી સોલાના, લાઇટકોઇન, પોલીમેટિક અને બિનાન્સ 7થી 24 ટકા વધ્યા હતા.

આ જ રીતે વૈશ્વિક સ્તરે તમામ એસેટ ક્લાસમાં પણ સુધારો જોવા મળ્યો હતો. અમેરિકાનો ઓક્ટોબર મહિનાનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) 7.9 ટકાના અંદાજિત દરની સામે 7.7 ટકા રહ્યો છે.

દરમિયાન, ઝિમ્બાબ્વેની કેન્દ્રીય બેન્કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી સંબંધે નાગરિકોનો મત જાણવા માટે સર્વેક્ષણ શરૂ કરાવ્યું છે. યુનાઇટેડ કિંગડમના સંસદસભ્ય લિઝા કેમેરોને દેશમાં ક્રીપ્ટોનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું કહ્યું છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.9 ટકા (1,446 પોઇન્ટ) વધીને 25,995 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,549 ખૂલીને 27,230 પોઇન્ટની ઉપલી અને 24,177 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
24,549 પોઇન્ટ 27,230 પોઇન્ટ 24,177 પોઇન્ટ 25,995 પોઇન્ટ

ડેટાનો સમયઃ 11-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)