મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટ અમેરિકન સ્ટોક માર્કેટમાં થયેલા ઘટાડાની અસર હેઠળ તથા પ્રોફિટ બુકિંગને લીધે શનિવારે ઘટ્યું હતું. રોકાણકારોએ આ ડિજિટલ એસેટમાં એક્પોઝર ઘટાડી દીધું હતું. અગાઉ શુક્રવારે અમેરિકામાં શેરબજાર ત્રણ દિવસના સળંગ વધારા બાદ ઘટ્યું હતું. કેટલીક કંપનીઓનાં નબળાં ક્વોર્ટરલી પરિણામોને પગલે આ ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકન ફેડરલ રિઝર્વની હવે પછીની બેઠકમાં લેવાનારા નિર્ણય તથા કુલ રાષ્ટ્રીય પેદાશના આંકડાઓની જાહેરાતને આધારે હવે બજારમાં વધુ વોલેટિલિટી આવવાની શક્યતા છે. રોકાણકારો પણ ફુગાવાના ઊંચા દરને કારણે તથા સંભવિત મંદીના શક્યતાને લીધે ચિંતિત છે. તેને પગલે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પાછલા ચોવીસ કલાકના ગાળામાં વોલ્યુમ 11 ટકા ઘટ્યું હતું.
નોંધનીય છે કે બિટકોઇનનો ભાવ હવે છેલ્લા 30 દિવસથી પરંપરાગત બજારોને અનુસરતો નથી. શનિવારે આ લખાઈ રહ્યું છે ત્યારે તેનો ભાવ 22,475 ડોલર પર પહોંચ્યો છે.અગાઉ, ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.69 ટકા (1,220 પોઇન્ટ) ઘટીને 31,848 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,067 ખૂલીને 33,281 સુધીની ઉપલી અને 31,397 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના તમામ ઘટકના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
33,067 પોઇન્ટ | 33,281 પોઇન્ટ | 31,397 પોઇન્ટ | 31,848 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 23-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |