ચીનનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર અર્થતંત્ર માટે જોખમી તબક્કામાં

બીજિંગઃ ચીનમાં ઘર ખરીદદારોનીં ધીરજ ખૂટી રહી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રની ક્રાઇસિસ દિન પ્રતિદિન ઘેરું થઈ થઈ રહ્યું છે. હજ્જારો ઘર ખરીદદારો અડધા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે બાકીનાં નાણાં આપવા માટે મનાઈ ફરમાઈ રહ્યા છે. 18 જુલાઈ સુધીમાં 80 શહેરોમાં 200 પ્રોજેક્ટ્સથી જોડાયેલા હોમ બાયર્સે પેમેન્ટ અટકાવવાની ધમકી આપી છે.

ચીનના આ રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ્સમાં  296 અબજ ડોલર ફસાયેલા છે. એક વર્ષ પહેલાંની તુલનાએ ઘરોના વેચાણમાં આશરે 60 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 11 મહિનામાં વેચાણમાં જે ઘટાડો આવ્યો છે, એવો આ પહેલાં ક્યારેય નથી જોવા મળ્યો, એમ GF સિક્યોરિટીઝ અને ડોએચ બેન્કના એનાલિસ્ટે જણાવ્યું હતું.

આ વર્ષના જૂનમાં ઘરોના વેચાણમાં 25 ટકાનો ઘટાડો થયો હતો. ચીને કોરોના રોગચાળાને અટકાવવા માટે આકરી પોલિસી અપનાવી છે. જેની સીધી અસર ઘરોના વેચાણ પર પડી છે, કેમ કે કંપનીઓની પાસે એને પૂરા કરવા માટે નાણાં નથી. ચીનમાં રિયલ એસ્ટેટ કંપનીઓ પ્રોજેક્ટ્સ વેચવા ઇચ્છે છે. આ કંપનીઓ ડાઉન પેમેન્ટના બદલામાં ઘઉં, લસણ, તરબૂજ લેવા તૈયાર છે.  જેથી તેમને ખેડૂતોને પ્રોજેક્ટ્સ વેચવાની તક છે. ચીનમાં પરિવારોના આશરે 70 ટકા નાણાં પ્રોપર્ટીમાં લાગેલાં છે. એમાં બેન્ક લોન 30-40 ટકા છે. એક અહેવાલ અનુસાર વર્ષ 2020માં ચીનની કુલ GDPમાં રિયલ એસ્ટેટનો હિસ્સો 29 ટકા હતો.  ચીનની અનેક મોટી કંપનીઓની નાણાકીય સ્થિતિ ખરાબ છે, જેથી આ કંપનીઓ નાદાર થાય અથવા નાદારી તરફ વધી રહી છે.  ચીનની ત્રીજી સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની Sunac  દેવાં ચૂકવે એના પર આશંકા છે, જેથી એનું રેટિંગ ઘટાડી દેવામાં આવ્યું છે.