મુંબઈઃ સોમવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટ કડડભૂસ થતાં તેમાં 12.78 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બિટકોઇન ડિસેમ્બર 2020 બાદની સૌથી નીચલી સપાટીએ પહોંચીને 24,000 ડોલરની આસપાસ ટ્રેડ થવા લાગ્યો હતો. અમેરિકામાં મંદીના ભણકારા વાગી રહ્યા હોવાથી ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર પ્રતિકૂળ અસર થઈ છે. માર્કેટનું કૅપિટલાઇઝેશન ઘટીને 1 ટ્રિલ્યન ડોલરની નીચે ચાલ્યું ગયું છે.
અમેરિકામાં ફુગાવાનો દર 40 વર્ષની ઊપલી સપાટીએ પહોંચ્યા બાદ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સતત ઘસારો થતો ગયો છે. ફેડરલ રિઝર્વ આ સપ્તાહે વ્યાજદરમાં વધારો જાહેર કરે એવી ભીતિ સેવાઈ રહી છે. તેને પગલે વૈશ્વિક સ્તરે સ્ટોક માર્કેટમાં ઘટાડો થયો છે, જેની અસર ક્રીપ્ટો માર્કેટ પર પણ થઈ છે. અમેરિકન સ્ટોક માર્કેટના ફ્યુચર્સના કોન્ટ્રેક્ટમાં પણ ઘટાડો થવાના અણસાર પ્રાપ્ત થયા છે.
બજારની પ્રતિકૂળ સ્થિતિને પગલે ક્રીપ્ટો લેન્ડિંગ માધ્યમ સેલ્સિયસે ઉપાડ અને ટ્રાન્સફર પર કામચલાઉ ધોરણે બંધી લાગુ કરી લીધી છે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 12.78 ટકા (4,454 પોઇન્ટ) ઘટીને 30,378 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,832 ખૂલીને 36,043 સુધીની ઉપલી અને 29,633 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. આ ઇન્ડેક્સની લગભગ તમામ ઘટક કરન્સીના ભાવમાં વધારો નોંધાયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
34,832 પોઇન્ટ | 36,043 પોઇન્ટ | 29,633 પોઇન્ટ | 30,378 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 13-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |