રશિયા-યુક્રેન યુદ્ધથી મોંઘવારી વધવાની, GDP ઘટવાની આશંકા  

નવી દિલ્હીઃ વિશ્વભરની કેન્દ્રીય બેન્કો મોંઘવારીના દર પર કાબૂ મેળવવા મથામણ કરી રહી છે. આ માટે મધ્યસ્થ બેન્કો ધિરાણ દરોમાં વધારો કરી રહી છે. અમેરિકામાં મોંઘવારીનો દર ચાર દાયકાની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે અને આશંકા છે કે ફેડરલ રિઝર્વ પણ ફુગાવા પર કાબૂ મેળવવા માટે આગામી સપ્તાહે વ્યાજદરોમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કરે એવી શક્યતા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અર્થતંત્રો પર પ્રતિકૂળ અસર પડી છે, જેથી ભારત અને ઓસ્ટ્રેલિયાએ વ્યાજદરોમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો હતો. ચિલી, પોલેન્ડ અને પેરુ જેવા દેશોમાં પણ વ્યાજદરમાં વધારો થયો છે. યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્રોના GDP ગ્રોથ ઘટશે. મોંઘવારી દરમાં વધારો થશે અને સપ્લાય ચેઇન પર લાંબા સમય સુધી અસર જોવાશે, એમ નિષ્ણાતોનું માનવું છે.

રશિયા અને યુક્રેન –બંને દેશો કોમોડિટી ઉત્પાદક દેશો છે. બંને દેશોનો ઘઉંની વૈશ્વિક નિકાસમાં 30 ટકાનો હિસ્સો છે. આ યુદ્ધથી વૈશ્વિક આર્થિક ગ્રોથ ધીમો પડશે અને ફુગાવાનો દર ઝડપથી વધશે. રશિયા-યુક્રેન યુદ્ધને લીધે વૈશ્વિક અર્થતંત્રનો GDP ગ્રોથ ઘટીને ત્રણ ટકાએ આવવાની ભીતિ છે અને એ આગામી વર્ષે ઓર ઘટીને 2.8 થવાની દહેશત છે. આ ઉપરાંત મોંઘવારીનો દર નવ ટકાએ પહોંચે એવી શક્યતા છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]