CDSLએ આસામ રાઈફલ્સ માટે રોકાણકાર-જાગૃતિ કાર્યક્રમ યોજ્યો

મુંબઈ: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)એ આસામ રાઈફલ્સ માટે રોકાણકાર જાગૃતિ કાર્યક્રમ “એમ્પાવરિંગ અવર પ્રોટેક્ટર્સ” તાજેતરમાં યોજ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ આસામ રાઈફલ્સના સૈનિકોને સિક્યુરિટીઝ બજારમાં રોકાણ કરવા અંગેની જાણકારી આપી તેના દ્વારા સ્વયં રોકાણ કરવાની એટલે કે રોકાણ કરવા અંગેની આત્મનિર્ભરતા કેળવવાનો છે.

સીડીએસએલના એમડી અને સીઈઓ નેહલ વોરાને સ્મૃતિચિહ્ન આપી રહેલા આસામ રાઈફલ્સના વાયએસએમ ડિરેક્ટર જનરલ લેફટનન્ટ જનરલ પી.સી. નાયર.

આ અનોખી પહેલને લોન્ચ કરતાં સીડીએસએલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નેહલ વોરાએ કહ્યું કે આ મહત્ત્વના શૈક્ષણિક કાર્યક્રમનો ભાગ બનવું મારા માટે સન્માન અને વિશેષાધિકારની વાત છે.

આપણે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દ્વારા ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરી રહેલા લોકોનું સ્મરણ કરવું અનિવાર્ય છે. સીડીએસએલ ભારપૂર્વક માને છે કે આ પહેલ દ્વારા તેઓ જાણકારીયુક્ત નિર્ણય લેવામાં માહેર બનશે. અમને વિશ્વાસ છે કે આ પહેલ દેશના રક્ષકો માટે મહત્ત્વપૂર્ણ અને લાભદાયી બની રહેશે.