બંસલે ફ્લિપકાર્ટમાં પોતાનો હિસ્સો ચીની કંપનીને વેચ્યો

નવી દિલ્હીઃ બેંગલુરુમાં મુખ્યાલય ધરાવતી ઈ-કોમર્સ સેક્ટરની દેશી કંપની ફ્લિપકાર્ટના સહ-સ્થાપક બિન્ની બંસલે આ કંપનીમાંનો પોતાનો રૂ. 2,000 કરોડથી વધુની રકમનો હિસ્સો ચાઈનીઝ ઈન્ટરનેટ કંપની ટેનસેન્ટને વેચી દીધો છે. ટેનસેન્ટે તેની યુરોપીયન પેટા-કંપની ટેનસેન્ટ ક્લાઉડ યુરોપ મારફત ગયા વર્ષના ઓક્ટોબરમાં પણ બંસલનો હિસ્સો ખરીદ્યો હતો. હવે તે અમેરિકાની મલ્ટીનેશનલ રીટેલ કંપની વોલ્માર્ટની માલિકીની ફ્લિપકાર્ટમાં 0.72 ટકા હિસ્સો ધરાવે છે. બંસલનો હિસ્સો લગભગ 1.84 ટકા છે. વોલ્માર્ટે 2018માં 16 અબજ ડોલરમાં ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સરહદી વિવાદોને કારણે ભારત અને ચીન વચ્ચે છેલ્લા બે વર્ષથી સંબંધો બગડ્યા છે.