IC15 ઇન્ડેક્સ તદ્દન ફ્લેટ બંધ રહ્યો

મુંબઈઃ રશિયાએ યુક્રેનની નજીકથી સૈનિકો પાછા બોલાવી લીધાના અહેવાલો વચ્ચે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે ઉછાળો આવ્યા બાદ ટ્રેડિંગમાં સ્થિરતા આવી છે. ક્રીપ્ટોવાયરે લૉન્ચ કરેલો વિશ્વનો પ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ આઇસી15 બુધવારે માત્ર 16 પોઇન્ટ (0.03 ટકા) વધીને 63,957 બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 63,973 ખૂલ્યા બાદ ઉપરમાં 65,028 અને નીચામાં 63,542 ગયો હતો.

અમેરિકાના પ્રમુખ જો બાઇડન હજી એ વાત માનવા તૈયાર નથી કે રશિયાએ સૈનિકોની ટુકડીઓને પાછી ખેંચી લીધી છે. આ સંજોગોમાં સૌથી મોટી ક્રીપ્ટોકરન્સી બિટકોઇન ચોવીસ કલાકમાં 0.64 ટકા વધીને 44,200ની આસપાસ ચાલી રહ્યો હતો. માર્કેટ કેપની દૃષ્ટિએ બીજા ક્રમાંકની ક્રીપ્ટોકરન્સી ઈથેરિયમ 2 ટકાના વધારા સાથે 3,147 ચાલી રહી હતી.

બજાર ફ્લેટ રહેવા પાછળનું એક કારણ અમેરિકામાં વધેલો ફુગાવો છે. જાન્યુઆરીમાં ત્યાં પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ (પીપીઆઇ) 9.8 ટકા વધ્યો તેને લીધે હવે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરશે એવી ભીતિ નિર્માણ થઈ છે.

IC15 ઇન્ડેક્સની હિલચાલ
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
63,973 પોઇન્ટ 65,028 પોઇન્ટ 63,542 પોઇન્ટ 63,957

પોઇન્ટ

ડેટાનો સમયઃ 16-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)