કોરોનાને લીધે દુનિયાભરની એરલાઇન્સને 84 અબજ ડોલરનું નુકસાન

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે અર્થતંત્રને ભારે ઝટકો લાગ્યો છે, પણ આ રોગચાળો એરલાઇન્સ માટે આફત બન્યો છે. પહેલેથી મંદીનો માર સહન કરી રહેલા એવિયેશન ઉદ્યોગમાં કોરોના વાઇરસને કારણે હવે કેટલીય વધુ એરલાઇન્સ ખતમ થવાનો ખતરો છે. એવિયેશન સેક્ટરમાં મોટા પાયે નોકરીઓ જવાની શક્યતા છે, એમ હવાઈ કંપનીઓની વૈશ્વિક સંસ્થા ધ ઇન્ટનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશને (IATAએ) જણાવ્યું છે.


84 અબજ ડોલરના નુકસાનની શક્યતા

હવાઈ કંપનીઓની વૈશ્વિક સંસ્થા ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન(IATA)નું અનુમાન છે કે વર્ષ 2020 એરલાઇન્સ માટે ઘણું ખરાબ રહેવાનું છે. IATAના જણાવ્યા મુજબ કોરોના વાઇરસને કારણે વિશ્વભરની એરલાઇન્સને 84 અબજ ડોલરનું નુકસાન થાય એવી શક્યતા છે.

એરલાઇન્સ ઉદ્યોગને પ્રતિદિન 23 કરોડ ડોલરનું નુકસાનઃ IATAના ડિરેક્ટર જનરલ

ગઈ કાલે જારી કરેલી પ્રેસ રિલીઝમાં IATAના ડિરેક્ટર જનરલ અને CEO એલેક્ઝેન્ડર ડે જુનિયાકે કહ્યું છે કે નાણાકીય દ્રષ્ટિથી વર્ષ 2020 એરલાઇન્સના ઇતિહાસમાં સૌથી ખરાબ વર્ષ તરીકે મનાવવામાં આવશે.આ વર્ષે પ્રતિ દિન એરલાઇન્સ ઉદ્યોગને  23 કરોડ ડોલર (230 મિલિયન ડોલર)નું નુકસાન થયું છે. આ વર્ષે એરલાઇન્સ ઉદ્યોગને કુલ 84.3 અબજ ડોલરનું નુકસાન થવાનો અંદાજ છે.

IATAના જણાવ્યાનુસાર એરલાઇન્સ ઉદ્યોગની આવકમાં વર્ષ 2019ની અપેક્ષા આ વર્ષે 50 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. આ અંદાજિત નુકસાનોને કારણે એલેક્ઝેન્ડર ડે જુનિયાકે સરકારોને નાણાકીય મદદ કરવા માટે આહવાન કર્યું છે.
કેટલાય દેશોમાં વિમાન સેવા શરૂ
વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે, તેમ છતાં કેટલાય દેશોમાં સાવધાની વર્તવાની સાથે સ્થાનિક અને ઇન્ટનેશનલ ફ્લાઇટ્સ શરૂ થઈ ગઈ છે. ભારતે પણ 25 મેથી ઘરેલુ ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કર્યુંછએ. જોકે હજી ઇન્ટનેશનલ ફ્લાઇટસ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગેલો છે.

ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું બજાર

ભારત વિશ્વનું સૌથી મોટું એવિયેશન બજાર છે. ભારત પ્રતિ દિન આશે 4500 ડોમેસ્ટિક અને ઇન્ટનેશનલ ફ્લાઇટ્સનું મેનેજમેન્ટ કરે છે.આમાંથી આશરે 600 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ હોય છે. માત્ર દિલ્હીથી જ આશરે પ્રતિ દિન 900 ફ્લાઇટ્સનું સંચાલન થાય છે. જોકે ભારતમાં લોકડાઉનથી પહેલાંથી ડોમેસ્ટિક એરલાઇન્સની સેવાઓમાં 30 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે.