મુંબઈઃ ભારતીય હોટેલ ઉદ્યોગને નાણાકીય વર્ષ 2020-21માં કોરોનાવાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે 75 ટકા અથવા રૂ. 1.30 લાખ કરોડની આવકની ખોટ ગઈ છે. આ જાણકારી ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન્સ ઓફ ઈન્ડિયા સંસ્થાએ આપી છે.
હોટેલ ઉદ્યોગની આ સર્વોચ્ચ સંચાલક સંસ્થાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય કેન્દ્રીય પ્રધાનોને આ વિશે રજૂઆત કરી છે અને માગણી કરી છે કે હોટેલ ઉદ્યોગને પતનમાંથી બચાવવા સરકાર તાત્કાલિક રીતે મદદ કરે. સરકાર આ સંદર્ભમાં અનેક નાણાકીય પગલાં લે એવી સંસ્થાએ વિનંતી કરી છે. અનેક હોટેલ બિઝનેસ ધીમે ધીમે બંધ પડવા લાગ્યા છે અને નોન-પરફોર્મિંગ એસેટ્સ વધી રહી છે.