કેન્દ્રથી નાણાં વસૂલવા કેઇર્ન એર-ઇન્ડિયાને કોર્ટમાં ખેંચી ગઈ

નવી દિલ્હીઃ ભારત સરકાર પાસેથી 1.2 અબજ ડોલર વસૂલવા માટે કેઇર્ન એનર્જીએ એર ઇન્ડિયાને અમેરિકાની કોર્ટમાં ખેંચી ગઈ છે. રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ મામલે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે ડિસેમ્બર, 2020માં બ્રિટનની ઓઇલ કંપની કેઇર્ન એનર્જીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ મામલે ભારત સરકારને કેઇર્ન એનર્જીને 1.2 અબજ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. હવે ભારત સરકારથી 1.2 અબજ ડોલર વસૂલવા માટે કેઇર્ન એનર્જી એર ઇન્ડિયાને અમેરિકા કોર્ટમાં ખેંચી ગઈ છે.

એર ઇન્ડિયા પર અમેરિકી કોર્ટમાં કેસ કરવા પાછલ કેઇર્ન એનર્જીનો હેતુ ભારત સરકાર પર ચુકવણીનું દબાણ બનાવવાનો છે. રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ મામલે ભારત સરકારે કેઇર્ન એનર્જીને 1.2 અબજ ડોલરની ચુકવણી નથી કરી. કેઇર્ને શુક્રવારે ન્યુ યોર્કની જિલ્લાની કોર્ટમાં એર ઇન્ડિયાની સંપત્તિને જપ્ત કરવા કેસ દાખલ કર્યો છે.

ટેક્સ વિવાદના મામલે કોર્ટે ભારત સરકારને 1.2 અબજ ડોલર સિવાય વ્યાજ અને પેનલ્ટીની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેથી આ રકમ વધીને 1.4 અબજ ડોલરથી વધુ થઈ ગઈ છે. ટેક્સ વિવાદમાં ભારત સરકારે વર્ષ 2006-07માં કેઇર્ન ઇન્ડિયાની 10 ટકા હિસ્સેદારી જપ્ત કરી હતી.

કેઇર્ન ઇન્ડિયાએ ફરિયાદમાં કહ્યું હતું કે એર ઇન્ડિયા ભારતની સરકારી એરલાઇન કંપની છે એટલે ભારત સરકાર પર એનાં બાકી લેણાં એર ઇન્ડિયાથી વસૂલવાં છે. આ મામલે  ભારત સરકાર અને એર ઇન્ડિયાનું સત્તાવાર નિવેદન હજી સુધી સામે નથી આવ્યું. આર્બિટ્રેશનના ચુકાદા સરકારને ડર છે કે કેઇર્ન એનર્જી PSU બેન્કોમાંથી વિદેશી કરન્સી એકાઉન્ટના નાણાં સીઝ ના કરી લે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના ચુકાદાની વિરુદ્ધ ઇન્ટરનેશનલ કોર્ટમાં પડકાર આપ્યો છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]