નવી દિલ્હીઃ શું તમે ફ્લાઇટ બુક કરવા માટે ગૂગલ પર Flights to delhi જેવું લખો છો, ત્યારે તમે સર્ચ રિઝલ્ટના ઉપર એક કાર્ડ જરૂર જોયું હશે. સામાન્ય રીતે લોકો આ કાર્ડને સ્ક્રોલ કરીને આગળ વધી જાય છે અને પસંદગીની વેબસાઇટ પર જતા રહે છે, પરંતુ શું તમને માલૂમ છે કે આવું કરવાથી તમે તમારા ડેસ્ટિનેશન માટે સૌથી સસ્તી ફ્લાઇટ મળવાનો ચાન્સ ગુમાવી દો છો.
જે કાર્ડને તમે સ્ક્રોલ કરીને આગળ વધી જાઓ છે એ કાર્ડ Google Flights નામની વેબસાઇટને રિડિરેક્ટ કરે છે. એ સાઇટ તમને ટ્રાવેલ દરમ્યાન બુકિંગમાં ઘણી બચત કરાવી શકે છે.
ગૂગલ ફ્લાઇટ્સ ગૂગલ ટ્રાવેલને ભાગ છે અને એક ઓનલાઇન સર્વિસ છે. આ વેબસાઇટથી યુઝર્સ થર્ડ પાર્ટી બુકિંગ વેબસાઇટ દ્વારા ફ્લાઇટ બુક કરી શકે છે. આ ગૂગલ ફ્લાઇટ્સ પર એક ફીચર સૌથી શાનદાર છે અને એ છે Explore ફીચર, એ ફીચર એક મેપ દર્શાવે છે, જેના પર વિશ્વના લોકપ્રિય ટ્રાવેલ ડેસ્ટિનેશન અને એ ટ્રિપના ખર્ચની માહિતી જોઈ શકાય છે.
જ્યારે તમે ગૂગલ પર ફ્લાઇટ સર્ચ કરો છે, ત્યારે ગૂગલ ફ્લાઇટ્સનો વિકલ્પ ઓટોમેટિકલી તમને સામે દેશાશે. એ સાથે એક કાર્ડ પણ જનરેટ થાય છે, જે વેબ રિઝલ્ટ્સની ઉપર રહે છે. આ કાર્ડ પર ટેપ કરવાથી તમે ગૂગલ ફ્લાઇટ્સ પેડ પર રિડિરેક્ટ થઈ જશો. અહીં તમને ફ્લાઇટ્સથી જોડાયેલી વધુ માહિતી મળશે.