નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જુલાઈ 2017થી સપ્ટેમ્બર 2018 માટે જીએસટીઆર-1 ફોર્મ જમા કરાવવાની તારીખ 31 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે.
તો આ સાથે જ 31 ઓક્ટોબર સુધીમાં ફોર્મ જમા કરાવનારા લોકો માટે એકવાર દંડ માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નાણા મંત્રલાય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે સરકારે આ નિર્ણય એ વાત જાણ્યા બાદ લીધો છે કે જીએસટીઆર-3બી રિટર્ન્સ દાખલ કરનારા લોકોની સંખ્યા જીએસટીઆર-1 ફોર્મ દાખલ કરનારા લોકોથી વધારે હતી.
નિવેદનમાં જણાવાયું કે કરદાતાઓને જીએસટીઆર-1 ફોર્મ ભરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ફોર્મને જમા કરાવવાની સમય મર્યાદા 31 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે તેમજ લંબાવાયેલી સમય મર્યાદા અનુસાર ફોર્મ જમા કરાવનારા લોકોને દંડમાં પણ માફી મળશે.