નવી દિલ્હી- ઈનડાયરેક્ટ ટેક્સ ક્ષેત્રમાં જીએસટી લાગુ કર્યા બાદ સરકારે ડાયરેક્ટ ટેક્સના ક્ષેત્રમાં પણ બદલાવની પહેલ કરી છે. ડાયરેક્ટ ટેક્સ કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. પ્રસ્તાવિત નવો ડાયરેક્ટ ટેક્સ કાયદો વર્તમાન આયકર અધિનિયમનું સ્થાન પ્રાપ્ત કરશે કે 1961થી લાગુ કરવામાં આવ્યું છે. દેશની આર્થિક જરૂરીયાતોના હિસાબથી જો જોવા જઈએ તો 50 વર્ષથી પણ વધારે જૂના આયકર કાયદાના સ્થાને નવા કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે 6 સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. સીબીડીટીના સભ્ય અરવિંદ મોદી આ સમિતિના સંયોજક હશે. પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ આ કમિટીમાં સ્થાયી સ્વરૂપે વિશેષ આમંત્રિત સભ્ય હશે. ડાયરેક્ટ ટેક્સ મામલે નવો કાયદો તૈયાર કરવાની સરકારની આ પહેલ મોદી સરકારના વર્તમાન કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.