ઓક્ટોબરમાં મ્યૂચ્યુઅલ ફંડમાં આવ્યું 16 હજાર કરોડનું રોકાણ, SIPનો વધી રહેલો ક્રેઝ

નવી દિલ્હીઃ ઓક્ટોબરમાં ઈક્વિટી મ્યૂચ્યુઅલ ફંડમાં 16 હજાર કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ આવ્યું છે. એસોસિએશન ઓફ ઈન્ડિયન મ્યૂચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી અનુસાર રીટેલ ઈન્વેસ્ટરની ઉચ્ચ ભાગીદારીને લઈને આ વાત શક્ય બની શકી છે. આ વર્ષે એપ્રિલથી લઈને ઓક્ટોબર સુધી 96 હજાર કરોડ રૂપિયાથી વધારે રોકાણ થઈ ચૂક્યું છે. આંકડાઓ અનુસાર સિપના કારણે રોકાણ વધ્યું છે.

વિશેષજ્ઞોનું માનીએ તો નોટબંધીનો સૌથી વધારે ફાયદો મ્યુચ્યુઅલ ફંડ ઈંડસ્ટ્રીને મળ્યો છે. તેમના મત અનુસાર નોટબંધીથી બેંકોમાં કેશનું લેવલ વધ્યું છે જેના કારણે જમા રકમના વ્યાજદર ઓછા થઈ ગયા છે. આના કારણે લોકોએ પોતાનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં વધાર્યું છે. મહત્વનું છે કે છે મ્યુચ્યુઅલ ફંડ ઈંડસ્ટ્રીએ છેલ્લા ઘણા વર્ષોથી પોતાની જે પ્રતિષ્ઠા બનાવી હતી તેનો ફાયદો હવે તેમને મળી રહ્યો છે.

એમ્ફીના આંકડાઓ અનુસાર ઓક્ટોબરમાં 16002 કરોડ રૂપીયાનું રોકાણ ઈક્વિટી ફંડમાં આવ્યું છે. આમાં ટેક્સ સેવિંગ સ્કીમનો પણ સમાવેશ થાય છે. આ આંકડાઓ સપ્ટેમ્બરમાં 18 હજાર 936 કરોડ રૂપીયા હતા. આંકડાઓ અનુસાર ગત 19 મહિનાથી મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસમેંટનો ટ્રેંડ પોઝિટિવ બનેલો છે. અંતિમ બાર માર્ચ 2016માં 1370 કરોડ રૂપીયા નિકાળવામાં આવ્યું હતું.