ખાદ્યતેલ સસ્તું થશે; મોદી સરકારે કસ્ટમ્સ-ડ્યૂટી હટાવી

મુંબઈઃ કેન્દ્ર સરકારે ગ્રાહકોને રાહત પૂરી પાડવા એક મોટું પગલું ભર્યું છે. તેણે ક્રૂડ (કાચા) સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર તેલની 20 લાખ મેટ્રિક ટનની વાર્ષિક આયાત પર કસ્ટમ્સ ડ્યૂટી અને એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ રદ કરી દીધા છે. નાણાં મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, કસ્ટમ્સ ડ્યૂટી હટાવવાનો ઓર્ડર 25 મે, 2022થી અમલમાં આવશે અને 2024ની 31 માર્ચ સુધી લાગુ રહેશે.

દેશમાં ખાદ્યતેલોના ભાવમાં ખૂબ ઉછાળો આવતાં કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. દુનિયામાં ભારત વનસ્પતિ તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારતની ખાદ્યતેલની 60 ટકા જેટલી જરૂરિયાત આયાતી તેલ પર નિર્ભર છે.