વિશ્વવ્યાપી ટેરિફ વોર અને જીઓ-પોલિટિકલ ક્રાઈસિસના પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં તેજી આવી છે. ખાસ કરીને ચાંદીમાં આજે તેજી જોવા મળી છે, જેમાં સ્થાનિક બજારમાં રૂપિયા 1500નો વધારો નોંધાયો હતો, જ્યારે વાયદા બજારમાં રૂપિયા 2394નો ઉછાળો જોવા મળ્યો હતો.
અમદાવાદમાં સોનામાં તેજીનો ટ્રેન્ડ
અમદવાદની વાત કરવામાં આવે તે પાછલા બે સપ્તાહથી સોનાની કિંમતોમાં સતત વધારો નોંધાય રહ્યો છે. આજે 10 ગ્રામ સોનાની કિંમતો રૂપિયા 500 વધીને 89,000 પર પહોંચી ગઈ છે. જ્યારે 1 કિગ્રા ચાંદીના ભાવ રૂપિયા 1500 વધીને માટે 96,500 પાર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આક્રમક ખરીદીને પગલે ચાંદીની કિંમતો 1 લાખને પાર પહોંચવાની શક્યતા છે.
mcx પર ચાંદીની કિમતો
એમસીએક્સ પર ચાંદીનો માર્ચ વાયજો રૂપિયા 95449ના ભાવે ખૂલ્યો હતો. જ્યારે 98130ના સ્તરાને પાર પહોંચ્યો હતો. જે બાદ રૂપિયા 97627 પર આવી બજાર બંધ થતા જોવા મળ્યા હતા. એ જ રીતે, ફેબ્રુઆરીનો ચાંદીનો મિની વાયદો રૂ. 97,379 સુધી પહોંચ્યો હતો, જ્યારે ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી વાયદો રૂ. 97,334 પર પહોંચ્યો હતો.
સોનામાં તેજી જળવાઈ રહી છે
જેએમ ફાઈનાન્સિયલ સર્વિસિસના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ વડા, પ્રણવ મેરએ જણાવ્યું હતું કે, ટ્રેડ ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓને લીધે, ટ્રેડર્સ અને રોકાણકારોએ સોનામાં વધારે ખરીદી કરી છે. અમેરિકાનો ડોલર નબળો પડતાં બુલિયન માર્કેટને ટેકો મળ્યો છે. આ ઉપરાંત ઔદ્યોગિક માગમાં વધારો હોવાને કારણે, ચાંદીમાં સોનાની તુલનામાં વધારે તેજી જોવા મળી રહી છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)