નવી દિલ્હીઃ હવે ભારતથી સિંગાપુર માટે QR કોડ અથવા બેન્ક ખાતાથી લિન્ક મોબાઇલ નંબર નાખીને નાણાં મોકલવા સંભવ થશે. ભારતે પહેલી વાર બે દેશોની વચ્ચે સરહદ પાર ટ્રાન્ઝેક્શન માટે ફ્લેગશિપ ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમના ઉપયોગ કરવાનું એલાન કર્યું છે. જેના હેઠળ ભારત અને સિંગાપુરની વચ્ચે બંને દેશોના ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમને લિન્ક કરવાના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એ બંને દેશોની વચ્ચે મિત્રતાના સંબંધોનું પ્રમાણ છે. એ સંબંધ મુશ્કેલ દોરમાં પણ બની રહ્યા છે.
વડા પ્રધાન આ લિન્કેજ માટે ભારત અને સિંગાપુરના લોકોને શુભેચ્છા આપી હતી અને સરહદ પારના સંપર્કના આ નવા યુગની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે સિંગાપુરના PM લી સાયન સુંગ સિગાપુરની મોનેટરી ઓથોરિટીના md રવિ મેનન અને RBIના શક્તિકાંત દાસ પણ વર્ચ્યુઅલ મોડમાં ઉપસ્થિત રહ્યા હતા.
લુંગે કહ્યું હતું કે ભારત અને સિંગાપુરની વચ્ચે સરહદ પાર પેમેન્ટના વ્યવહારો વાર્ષિક આશરે એક અબજ ડોલરના સ્તરે પહોંચી ચૂક્યા છે. ભલે આ ભારતની પહેલી સરહદ પેમેન્ટ લિન્કેજ છે, પણ સિંગાપુર માટે એ બીજી છે. સિંગાપુર પહેલેથી મલેશિયાની સાથે એનો પ્રારંભ કરી ચૂક્યું છે.
સિંગાપુરમાં યુઝર્સ માટે આ સર્વિસ DBS અને લિક્વિડ ગ્રુપ (એક નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન) દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. કેન્દ્રીય બેન્કે કહ્યું હતું કે આ વ્યવહાર કરતા સમયે યુઝરની સુવિધા માટે સિસ્ટમ બંને દેશોની કરન્સીઝમાં એ રકમની ગણતરી કરી લેશે.