બીએસઈ-એસએમઈ પર 417મી કંપની ઈનડોંગ ટી લિસ્ટ થઈ

મુંબઈ તા. 21 ફેબ્રુઆરી, 2023: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 417મી કંપની ઈનડોંગ ટી કંપની લિમિટેડ લિસ્ટ થઈ છે. તેનો પબ્લિક ઈશ્યુ 13 ફેબ્રુઆરી, 2023ના રોજ સંપન્ન થયો હતો. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 50.04 લાખ ઈક્વિટી શેર્સ, શેરદીઠ રૂ.26ની કિંમતે ઓફર કર્યા હતા.

કોલકાતામાં  રજિસ્ટર થયેલી આ કંપની સીટીસી ચા, ચા અને ચાના વાવેતર તેમ જ તેના પ્રોસેસિંગનું કામકાજ કરે છે.