બેંગલુરુઃ વોલમાર્ટ ઇન્કની ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટે કહ્યું હતું કે કંપની તહેવારોની આગામી સીઝન દરમ્યાન પ્રત્યક્ષ રીતે 70,000 અને પરોક્ષ રીતે લાખોની સંખ્યામાં નોકરીઓનું નિર્માણ કરશે. ભારતીય તહેવારોની સીઝન દરમ્યાન શોપિંગને પહોંચી વળવા માટે ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા તૈયાર છે. તહેવારોમાં શોપિંગમાં ઓર્ડરને પહોંચી વળવા માટે કંપનીમાં ડિલિવરી પાર્ટનર્સ અને અન્ય કામગીરી માટે કેટલીય નોકરીઓનું સર્જન થશે.
સપ્લાય ચેઇનમાં સીધી નોકરીની તકો
ફ્લિપકાર્ટની સપ્લાય ચેઇનમાં સીધી નોકરીની તકો ઊભી થશે, જેમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ, પિકર્સ, પેકર્સ અને સોર્ટર્સ સામેલ છે. ફ્લિપકાર્ટના વેચાણના ભાગીદારો અને (સ્થાનિક કોર્નર સ્ટોર્સ) પર અપ્રત્યક્ષ નોકરીઓની તકો પણ ઊભી થશે, એમ કંપનીએ મોકલેલા ઈ-મેઇલમાં જણાવ્યું હતું.
ઓનલાઇન રિટેલ માર્કેટમાં હિસ્સો વધારવા માટે ભારે પ્રયાસો
ફ્લિપકાર્ટ, એમેઝોન.કોમ ઇન્કની ભારતીય સબસિડિયિરી ને રિલાયન્સ ઇન્ડ. લિ.નો ઈ-કોમર્સ વેપાર ઝડપથી વધતાં ઓનલાઇન રિટેલ માર્કેટમાં હિસ્સો વધારવા માટે ભારે પ્રયાસો કરી રહી છે. કોવિડ-19ના રોગચાળાને કારણે ઈ-કોમર્સ વેપારમાં ખાસ્સો વધારો થયો છે, કેમ કે મોટા ભાગના ભારતીયોએ કરિયાણાનો સામાન અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે સ્માર્ટફોનનો બહોળો ઉપયોગ કર્યો છે.
ફ્લિપકાર્ટના ‘બિગ બિલિયન ડેઝ’ જે એમેઝોનના ‘પ્રાઇમ ડે’ની થિમ પર છે- જે વર્ષ માટેનૌ સૌથી મોટું વેચાણનો દિવસ છે. જે ચાર-પાંચ દિવસનું લાંબું વેચાણ હોય છે અને સામાન્ય રીતે એ ઓક્ટોબર (નવરાત્રિ-દિવાળીની) આસપાસ હોય છે. જ્યારે ભારતમાં તહેવારોની મોસમ હોય છે, જે દિવાળીની સાથે પૂરી થાય છે.
કંપનીએ કહ્યું હતું કે કંપનીએ 50,000 કરિયાણા અથવા નાની કરિયાણાની દુકાન સાથે કરાર કર્યા છે. આ મહિનાના પ્રારંભે ઈ-કોમર્સ કંપનીએ મોમ અને પોપ સ્ટોર અને અન્ય નાના વેપાર-ધંધા માટે ઓનલાઇન હોલસેલ સર્વિસ ‘ફ્લિપકાર્ટ હોલસેલ’ લોન્ચ કરી હતી.