નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ ખાતાધારકો માટે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. જો તમે નોકરિયાત છો તો તમારે આ ફેરફાર સમજી લેવા જોઈએ. આ નિયમ આવતી કાલ એટલે કે એક જૂનથી લાગુ થશે, એટલે તમારી પાસે આજની તક છે.
EPFOના નવા નિયમ મુજબ દરેક ખાતાધારકના PF એકાઉન્ટ આધાર કાર્ડથી લિન્ક થવું જરૂરી છે. આ કામની જવાબદારી (Employer) કંપની હશે કે તેઓ પોતાના કર્મચારીઓથી કહે કે તેઓ પોતાનું PF એકાઉન્ટ આધારથી વેરિફાઇ કરાવી લે. જો એક જૂન સુધી જો કોઈ કર્મચારી આવું કરવામાં નિષ્ફળ રહે તો તેણે કેટલાય પ્રકારના નુકસાન થઈ શકે છે, જેવી રીતે PF ખાતામાં આવનારા તેના (EMPLoyer) યોગદાન પણ રોકી શકાય છે. EPFOદ્વારા આ વિશે એક નોટિફિકેશન પણ જારી કરવામાં આવ્યું છે.
શું છે નવો નિયમ?
સોશિયલ સિક્યોરિટી કોડ 2020ની કલમ 142 હેઠળ EPFOના નવા નિયમ લાગુ કર્યા છે, જેમાં સ્પષ્ટ રીતે EPFOએ કંપની (Employers)ને નિર્દેશ આપ્યા છે કે એક જૂનથી જોકોઈ PF ખાતાધારકનું એકાઉન્ટ આધારથી લિન્ક નહીં હોય તો પછી UAN આધાર વેરિફાઇડ નથી કો તેનું ECR-ઇલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન નહીં ભરી શકાય. આનો અર્થ એ થયો હતો કે PF ખાતાધારકોએ કંપનીનો હિસ્સો નહીં મળી શકે. એકાઉન્ટમાં કર્મચારીઓને માત્ર પોતાનું યોગદાન દેખાશે.
-
EPF એકાઉન્ટ ને આધાર આવી રીતે લિન્ક કરો - સૌથી પહેલાં તમારું EPFOની વેબસાઇટepfindia.gov.in પર લોગ ઇન કરો
- તમારે તમારો UAN નંબર અને UAN એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અપલોડ કરવાનો રહેશે.
- તમારા મોબાઇલ નંબર પર OTP નંબર આવશે
- આધારના બોક્સમાં તમારો 12 ડિજિટનો આધાર નંબર નાખી દો અને સબમિટ કરો.
- પછી Proceed to OTP verification આવશે, એના પર ક્લિક કરો.
- ફરીથી આધાર ડિટેલ્સને વેરિફાઇ કરવા માટે આધારથી લિન્ક મોબાઇલ નંબર અથવા મેઇલ પર OTP જનરેટ કરવાનો રહેશે
- વેરિફિકેશન પછી તમારું આધાર કાર્ડ અને PF એકાઉન્ટ લિન્ક થઈ જશે.