મુંબઈ તા. 13 એપ્રિલ, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 370મી કંપની તરીકે એઈટી જ્વેલર્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. એઈટી જ્વેલર્સે રૂ.10ની કિંમતના 27 લાખ ઈક્વિટી શેર્સ રૂ.41ના ભાવે ઓફર કરીને રૂ.11.07 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 5 એપ્રિલ, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
એઈટી જ્વેલર્સ લિમિટેડ છત્તીસગઢ સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ રાયપુરમાં છે. કંપની વિવિધ ઝવેરાત, આભૂષણો, ઘડિયાળો અને સુવર્ણ, હીરા, પ્લેટિનમમાંથી બનાવેલી વસ્તુઓનું ટ્રેડિંગ કરે છે. કંપની અનોપચંદ તિલોકચંદ જ્વેલર્સના બ્રાન્ડ નામે સીધા અથવા સબ-ફ્રેન્ચાઈઝ વ્યવસ્થા હેઠળ શોરૂમ ખોલવાનો હક ધરાવે છે. કંપની બીટુબી બિઝનેસ મોડેલ ધરાવે છે. તે તેનાં જ્વેલરી પ્રોડક્ટ્સ કોરબા ખાતેના સબ-ફ્રેન્ચાઈઝી સ્ટોરને વેચે છે અને બિલાસપુરમાંના એક સ્ટોરના હોલસેલર તરીકે કામ કરે છે.
આ પૂર્વે સનરાઈઝ એફિસિયન્ટ માર્કેટિંગ લિમિટેડ અને ધ્યાની ટાઈલ એન્ડ માર્બલેઝ લિમિટેડ બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ થઈ હતી. સનરાઈઝ એફિસિયન્ટ માર્કેટિંગ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 13.80 લાખ ઈક્વિટી શેર્સ રૂ.121ના ભાવે ઓફર કરીને રૂ.16.70 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ પ એપ્રિલ, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ધ્યાની ટાઈલ એન્ડ માર્બલેઝ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 4,80,000 શેર્સ રૂ.51ની કિંમતે ઓફર કરી રૂ.2.45 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 4 એપ્રિલ, 2022ના રોજ બંધ થયો હતો.
સનરાઈઝ એફિસિયન્ટ માર્કેટિંગ લિમિટેડ ગુજરાતસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ સુરત ખાતે છે. કંપની ઈલેક્ટ્રિક, ઈલેક્ટ્રોનિક્સ, સ્પેર પાર્ટ્સ વગેરે ઉદ્યોગમાં વપરાતી ચીજોનો વેપાર અને વિતરણ કરે છે. કંપની ઓટોમોટિવ પાર્ટ્સ, ગીયર બોક્સીસ, મોટર્સ, પંપ્સ, ઓઈલ્સ અને એફએમસીજી પ્રોડક્ટ્સનું વિતરણ કરે છે અને હાલમાં 138 ઉત્પાદકોના માન્ય ડીલર તરીકેનું કામ કરે છે. કંપની બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ કંઝ્યુમર્સ મોડેલ્સને અનુસરે છે. કંપની રિટેલ, આયાત-નિકાસ, સેલ્સ, ફેબ્રિકેટ્સ અને એસેમ્બલિંગનું કામકાજ કરે છે, જેમાં પાઈપ્સ પાઈપ ફિટિંગ્સ , સેનિટેશન પાર્ટ્સ, મિકેનિકલ એન્જિનિયરિંગ આઈટેમ્સ, ઓઈલ્સ, લુબ્રિકન્ટ્સ, મોટર્સ, જનરેટર્સ, બેટરીઝ વગેરેનો સમાવેશ થાય છે.
ધ્યાની ટાઈલ એન્ડ માર્બલેઝ લિમિટેડ ગુજરાતસ્થિત કંપની છે જેની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદ ખાતે છે. કંપની ફ્લોર્સ, બાથરૂમ, કિચન્સ, બાલ્કનીઝ અને સ્ટેરવેલ્સ માટેની ટાઈલ્સનું ઉત્પાદન અને ટ્રેડિંગ કરે છે. વિટ્રિફાઈડ અને ગ્લેઝ્ડ ટાઈલ્સનું ઉત્પાદન કરે છે.